Sabarsangh

શ્રી સાબરકાંઠા જિલ્લા સ.પ.વે. સંઘ લિ.

સાબર સંઘ — હિંમતનગર

Sabarkantha District Co-op Purchase & Sales Union Ltd. - સ્થાપના: 1949

અમારી સેવાઓ

અમારી સેવાઓ

સાબરસંઘ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ

સરકારી યોજનાઓ હેઠળની સેવાઓ

સરકારી યોજનાઓ હેઠળની સેવાઓ

  • માનવ કલ્યાણ યોજના હેઠળ સહાય સાધનોનું વિતરણ

  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની નોડલ એજન્સી તરીકે કામગીરી

શૈક્ષણિક સેવાઓ

શૈક્ષણિક સેવાઓ

  • જથ્થાબંધ પાઠ્ય પુસ્તક વિભાગ દ્વારા આ સંસ્થા ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના ધોરણ-૧ થી ધોરણ-૧૨ ના પાઠ્ય પુસ્તકો જિલ્લાનાં વિતરક તરીકેની કામગીરી કરે છે

ગ્રાહક સેવાઓ

ગ્રાહક સેવાઓ

  • કેન્દ્ર સરકાર તરફથી મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર તરીકે સંઘને માન્યતા મળેલ છે

  • સુપર માર્કેટ વિભાગ: જીવન જરૂરી તમામ ચીજો, સુકો મેવો, ચા, મસાલા, આઈ.એસ.આઈ. હેલ્મેટ વગેરેનું વેચાણ, અને બારેમાસ ઘરે ભરવા માટે ઘઉં, ચોખા, દાળનું વેચાણ

  • હોલસેલ અનાજ વિભાગ: સિંગતેલ, કપાસિયા, સોયાબીન, મકાઈ જેવા ખાદ્યતેલો, ખાંડ, ઘી, ગોળ, ચોખા, કઠોળ તથા દાળોનું વેચાણ

  • ફૂટવેર વિભાગ: હિમતનગર ખાતે ફૂટવેર વિભાગ અને પોતાની સાબરસંઘ બ્રાન્ડ ચાનું જથ્થાબંધ તથા છૂટક વેચાણ

  • કાપડ વિભાગ: દરેક જાતનું શુટિંગ, શર્ટીંગ, પ્રી-છીટ, માદર પાત, ગાડી તકિયા, સાડીઓ, હેન્ડલુમ, હોજીયરી, ગરમ સ્વેટર, રેડીમેઈડ કપડાં, છત્રી, રેઈનકોટ વગેરેનું વેચાણ

કૃષિ સેવાઓ

કૃષિ સેવાઓ

  • ખેતીવાડી માટે જરૂરી રસાયણ ખાતરો, હાઈબ્રીડ બિયારણ, પાક સંરક્ષણ (પાક્રક્ષક) દવાઓનું વેચાણ

  • મશીનરી વિભાગ દ્વારા ખેત સિંચાઈ માટે પાઈપો, પાઈપ ફીટીંગ, દાતરડા, સુતર, પત્ર, પાવડા, એગ્રીકો ટૂલ્સ, પાક સંરક્ષણ દવા છંટકાવનાં સાધનો, ઓફીસ તથા ઘરેલું ઉપયોગી ફર્નીચર, સિમેન્ટ, લોખંડ, અનાજ ભરવાના પીપ, પ્લાસ્ટિક ડોલો તથા પાણીની ટાંકીઓનું વેચાણ

  • ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ક્રોમ્પ્ટન, ઉષા, બજાજ જેવી પ્રખ્યાત કંપનીઓના સીલીંગ તથા ટેબલ ફેન, લાઈટીંગ સામાન, સિંચાઈ તથા પાણી ચઢાવવા માટેની મોટરો વગેરેનું વેચાણ

કૃષિ ઉત્પાદન ખરીદી સેવાઓ

કૃષિ ઉત્પાદન ખરીદી સેવાઓ

  • સરકારશ્રીની ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી

  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખરીદી કેન્દ્રોનું સંચાલન

પેટ્રોલિયમ સેવાઓ

પેટ્રોલિયમ સેવાઓ

  • આઈ.ઓ.સી. કંપનીના ગાંભોઈ, ભિલોડા, માલપુર, મહાવીરનગર, ધનસુરા અને ઢોળવાની (એડહોક) એમ ૬ સ્થળે પેટ્રોલ – ડીઝલ પમ્પોનું સંચાલન

  • આઈ.ઓ.સી. કંપનીના કેરોસીનના એજન્ટ તરીકે જિલ્લા પુરવઠા વિભાગ મારફતે વિતરણની કામગીરી