Sabarsangh

શ્રી સાબરકાંઠા જિલ્લા સ.પ.વે. સંઘ લિ.

સાબર સંઘ — હિંમતનગર

Sabarkantha District Co-op Purchase & Sales Union Ltd. - સ્થાપના: 1949

અમારા વિષે

અમારા વિષે

75 વર્ષોથી ખેડૂતોની સેવામાં કાર્યરત અગ્રણી સહકારી સંસ્થા

સંસ્થાનો પરિચય

સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. (સાબરસંગઠન) એ 1949 માં સ્થપાયેલી ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને ગુણવત્તાસભર કૃષિ સામગ્રી જેવી કે ખાતર, બીજ, કીટનાશક યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે. અમારું કાર્યક્ષેત્ર સમગ્ર સાબરકાંઠા જિલ્લાના 100 થી વધુ ગામો સુધી ફેલાયેલું છે અને 50,000 થી વધુ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે.

અમારો ઇતિહાસ

સંસ્થાની સ્થાપના

ઇડર સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતા સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જિલ્લા રચના સાથે સહકારી પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો અને આ સંસ્થા હિમતનગર ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. તરીકે તા. 24/04/1949 ના રોજ નોંધાઈ.

શરૂઆતમાં બે રેશનિંગ દુકાનો ચલાવવામાં આવી. ત્યારબાદ વિરાવાડા ખાતે કાપડની દુકાન અને બેરણા ખાતે રેશનિંગ દુકાન શરૂ કરવામાં આવી. હિંમતનગરમાં મીઠું, લોખંડ અને સિમેન્ટના વિતરણનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું.

તા. 12/07/1950 ના રોજ સંસ્થા હિંમતનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પરિવર્તિત થઈ અને તા. 02/05/1951 થી સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ તરીકે કાર્યરત થઈ.

ખાતર વિતરણનો વિસ્તાર

સંસ્થા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ખેડૂતોને જરૂરી રસાયણ ખાતરો સમયસર અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવામાં સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

બીજ અને કૃષિ સેવાઓ

ખેડૂતો માટે હાઈબ્રિડ બિયારણ, પાક સંરક્ષણ દવાઓ, કૃષિ સાધનો, સિંચાઈ માટે પાઈપ અને ફિટિંગ્સ તેમજ અન્ય ખેતી માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આધુનિક ગોડાઉન

સંસ્થા પાસે કુલ 26 પાકા ગોડાઉન છે, જેમાં આશરે 14,000 મેટ્રિક ટન માલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ ગોડાઉન માળખું ખાતર, બીજ અને અન્ય આવશ્યક સામગ્રીના સુરક્ષિત સંગ્રહ માટે ઉપયોગી છે

75+ વર્ષની સફર

1949માં માત્ર 80 સભ્યો અને રૂ. 7,970 ના શેર મૂડી સાથે શરૂ થયેલી આ સંસ્થા આજે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.

રૌપ્ય મહોત્સવ અને સુવર્ણ જયંતી જેવી ઉજવણીઓ દ્વારા સંસ્થાએ પોતાની સફળતા અને સભાસદોનો વિશ્વાસ ઉજવ્યો છે.

પરિવહન અને પેટ્રોલિયમ સેવાઓનો પ્રારંભ

સંઘે ખેડૂતો અને આમ જનતાને ઉપયોગી બની રહે તે માટે પોતાના વાહનવ્યવહારના સાધનો વસાવેલા. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ભિલોડા અને ગાંભોઈ મુકામે ડીઝલ અને પેટ્રોલ પંપ શરુ કરી ક્રુડ, કેરોસીન, લુબ્રીકેટીગ ઓઈલનું વેચાણ ચાલુ કરેલ.

આદિવાસી સેવા અને શાખાઓનો વિસ્તાર

આદિવાસીઓની વધુ સેવાઓ માટે જીલ્લામાં મેઘરજ, વિજયનગર અને ભિલોડા મુકામે શાખાઓ શરુ કરી તેમની જરૂરીયાત વ્યાજબી ભાવે પૂરી પાડવાની કામગીરી શરુ કરેલ.

મધ્યસ્થ ગ્રાહક ભંડાર અને લોકકલ્યાણ

મધ્યસ્થ સહકારી ગ્રાહક ભંડાર તરીકે આ સંઘને માન્યતા મળતા મિલોનું કાપડ, કંટ્રોલનું કાપડ તેમજ અન્ય જરૂરીયાતોની ચીજો તેમજ જથ્થાબંધ ખરીદેલ અનાજમાંથી પણ જનતાને બજારમાં અનાજના ઊંચા ભાવો જતા વ્યાજબી ભાવે સંઘ દ્વારા ચાલતી વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ, સોડા, સાબુ, કઠોળ, વગેરે ચીજોનું વિતરણ કરવામાં આવતા આમજનતાને ખુબ લાભ થયેલ છે.

સામાજિક જવાબદારી અને રાહત કાર્યો

સંસ્થાની અનેકવિધ ક્ષેત્રે સુવાસ પ્રસરેલી હોવાથી સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે તેમજ સિવિલ હોસ્પિટલ, હિમતનગરમાં દાન આપેલ છે. અગાઉનાં વર્ષોમાં સભાસદોના બાળકોને શિષ્યવૃત્તિ આપેલ છે. તે ઉપરાંત રાષ્ટ્રની આફત વેળાએ કે દેશના પુર પીડિતો કે દુષ્કાળ તથા રાષ્ટ્રિય સંકટ સમયે મોટી રકમો દાનમાં આપી છે. તેમજ સુનામી જેવા કુદરતી આપત્તીકાલમાં મે.કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાને કીટ બનાવવાની કામગીરી સોપવામાં આવેલ.

અન્ય સહકારી સંસ્થાઓનું પુનરુત્થાન

ભિલોડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને શામળાજી વિભાગીય સહકારી ખરીદ વેચાણ સંઘ આર્થિક મુશ્કેલીમાં મુકાતા સંઘને વહીવટદાર તરીકે નિમણુક કરતા તેમને સંગીન સ્થિતિમાં મૂકી વહીવટ પરત સોપેલ તેમજ હિમતનગર સહકારી જીન કામકાજ અટકી પડેલ અને સને ૧૯૭૦-૭૧માં કપાસનું કામકાજ સંઘે હાથ ધરી જિન ને આર્થિક જવાબદારીમાંથી મુક્ત કરી સંગીન પાયા ઉપર મુકેલ. સંઘે તેના ભાવી વિકાસ માટે તે સમયે અડધા લાખની કિમતની ખુલ્લી જમીન ખરીદી સભાસદોને મોટો લાભ આપાવેલ.

રાજ્યપાલ શ્રી મહેંદી નવાબજંગની મુલાકાત

સંઘને સને ૧૯૬૦ના વર્ષમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી મહેંદી નવાબજંગે મુલાકાત લઇ સંઘની તમામ પ્રવૃત્તિઓથી ખુબ જ પ્રભાવિત થયેલ.

આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રે ઓળખ

સહકારી ક્ષેત્રની એશિયાના દેશોની વ્યાપાર માટેની માર્ગદર્શિકા (એશિયન કો-ઓ. ટ્રેડ ડિરેક્ટરી) માં આંતરરાષ્ટ્રીય સહકારી સંઘે (ઇન્ટરનેશનલ કો-ઓ એલાયન્સ) આ જિલ્લા ખરીદ વેચાણ સંઘનું નામ સિત્તેરના દાયકાથી ઉમેરવામાં આવેલ છે.

ગાંભોઈ શાખાને એમ.પી.ડી.સી. માન્યતા

ઇન્ડિયન ઓઈલ કંપનીએ સંઘની ગાંભોઈ શાખાને એમ.પી.ડી.સી. તરીકે માન્યતા આપેલ છે.

Mission

મિશન

ખેડૂતો, સભાસદો અને ગ્રામિણ સમાજને ગુણવત્તાસભર કૃષિ ઇનપુટ્સ, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી તેમની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિમાં સહયોગ આપવો.

Vision

વિઝન

સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, વિશ્વાસ અને સેવા ભાવના સાથે અગ્રણી સ્થાન જાળવી રાખવું અને આધુનિક સેવાઓ દ્વારા ખેડૂતો અને સમાજના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું.

વ્યવસ્થાપક કમિટી સભ્યશ્રીઓ

શ્રી હસમુખભાઈ દયાળજીભાઈ પટેલ

શ્રી હસમુખભાઈ દયાળજીભાઈ પટેલ

વાઈસ ચેરમેનશ્રી

શ્રી જેઠાભાઈ પ્રભુદાસ પટેલ

શ્રી જેઠાભાઈ પ્રભુદાસ પટેલ

વાઇસ ચેરમેન

શ્રી રાજેન્દ્રકુમાર અમૃતભાઈ પટેલ

શ્રી રાજેન્દ્રકુમાર અમૃતભાઈ પટેલ

માનદ્ મંત્રીશ્રી

શ્રી મણીભાઈ આઈ. પટેલ

શ્રી મણીભાઈ આઈ. પટેલ

શ્રી ભીખાભાઇ કે. પટેલ

શ્રી ભીખાભાઇ કે. પટેલ

શ્રી જગદીશભાઇ એસ. પટેલ

શ્રી જગદીશભાઇ એસ. પટેલ

શ્રી જશુભાઇ જે. પટેલ

શ્રી જશુભાઇ જે. પટેલ

શ્રી બાબુભાઇ એમ. પટેલ

શ્રી બાબુભાઇ એમ. પટેલ

શ્રી બાબુભાઇ જી. પટેલ

શ્રી બાબુભાઇ જી. પટેલ

શ્રી ગોપાળભાઈ એમ. પટેલ

શ્રી ગોપાળભાઈ એમ. પટેલ

શ્રી દિનેશભાઇ વી. પટેલ

શ્રી દિનેશભાઇ વી. પટેલ

શ્રી બાબુભાઇ એ. પટેલ

શ્રી બાબુભાઇ એ. પટેલ

શ્રી હરીભાઈ ડી. પટેલ

શ્રી હરીભાઈ ડી. પટેલ

શ્રી હસમુખભાઇ સી. પટેલ

શ્રી હસમુખભાઇ સી. પટેલ

શ્રી ભરતભાઇ જે. પટેલ

શ્રી ભરતભાઇ જે. પટેલ

શ્રી લલીતકુમાર એમ. પટેલ

શ્રી લલીતકુમાર એમ. પટેલ

શ્રી સંજયકુમાર બી. પટેલ

શ્રી સંજયકુમાર બી. પટેલ

શ્રી અરવિંદભાઈ વી. પટેલ

શ્રી અરવિંદભાઈ વી. પટેલ

શ્રી એમ. આર. ત્રિવેદી

શ્રી એમ. આર. ત્રિવેદી

જીલ્લા રજીસ્ટ્રારશ્રી

ડો. આર. એસ. પટેલ

ડો. આર. એસ. પટેલ

મેનેજરશ્રી

સંસ્થા રચના

સામાન્ય સભા (સભ્ય ખેડૂતો)
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ / ચેરમેન
મેનેજિંગ ડિરેક્ટર
ખાતર વિભાગ
બીજ વિભાગ
વહીવટ વિભાગ